ચોટીલામાં બિરાજે છે માં ચામુંડા: અસીમ શ્રદ્ધા અને ચમત્કારનું પાવન કેન્દ્ર
ताज़ा खबरों से अपडेट रहने के लिए हमारे WhatsApp चैनल से जुड़ेंJoin करें →
તા. 16 ઓક્ટોબર 2026,
હાલ આસો મહિનાની નવરાત્રી ચાલી રહી છે ત્યારે લોકો માતાજીના ધાર્મિક સ્થળે લોકો દર્શન કરવા જતા હોય છે માતાજીની ભક્તિ કરવા માટે લોકો અનુષ્ટાન કરત હોય છે તેમજ પૂજા આરતી કરતા હોય છે ત્યારે સુરેન્દ્રનગર જીલ્લામાં ચોટીલા ખાતે બિરાજમાન માં ચામુંડા માતાજીના મંદિર જગ પ્રસિદ્ધ છે.
ચામુંડા માં નો ઈતિહાસ
જગ પ્રસિદ્ધ ચામુંડા માતાજીનું મંદિર ચોટીલા પર્વતના શિખરે આવેલું છે. ભારતમાં મોટા ભાગના માતાજીના મંદિર પર્વતોના શિખરે જોવા મળતાં હોય છે. ચોટીલા પર્વત ચઢીને માતાજીના દર્શન કરવા માટે આશરે 635 જેટલા પગથિયા ચઢવા પડે છે.
સૌરાષ્ટ્રનું પ્રવેશદ્વાર કરતા રાજકોટ અને અમદાવાદને જોડતા નેશનલ હાઈવે નં-8-એ પર વચ્ચે આવેલ ચોટીલા. અમદાવાદથી અંતર આશરે 190 કિલો મીટર અને રાજકોટથી આશરે 50 કિલો મીટર જેટલું થાય છે. સમુદ્ર સપાટીથી તુલનાને ચોટીલા માત્ર સુરેન્દ્રનગર જિલ્લાની જ નહીં પણ, ગુજરાતની સૌથી ઊંચી ભૂમિ માનવામાં છે. ચોટીલા પર્વતની ઊંચાઈ આશરે 358 મીટર જેટલી છે.
ચામુંડા માતાજીનો ડુંગર હજારો વર્ષ જૂનો હોવાનો ઉલ્લેખ સ્થાનિક પુસ્તકમાં જોવા મળે છે. દેવી ભાગવત અનુસાર હજારો વર્ષો પહેલા લોકવાયકા પ્રમાણે ચોટીલા પ્રાચીન સમયમાં એક ગાઢ જંગલ હતું જ્યાં ઘણા ઋષિઓ તપસ્યા કરતા હતા. આ સ્થળની ભૂમિ ખૂબ જ પવિત્ર માનવામાં આવતી હતી. તે સમયે આસુરી શક્તિઓનો ભય અને હિંસા ખૂબ વધી ગઈ હતી.
જેના કારણે ઋષિઓ અને મુનિ ઓને તેમના યજ્ઞ તપસ્યામાં અવરોધોનો સામનો કરવો પડતો હતો. બે રાક્ષસો જેમના નામ ચંડ અને મુંડ હતા. તેમણે આ વિસ્તારમાં ડર મચાવ્યો હતો. તેઓ ઋષિઓની તપસ્યા તોડતા હતા અને નિર્દોષ લોકોને મારી નાખતા હતા. ઋષિઓએ આ સમસ્યાનો ઉકેલ શોધવા માટે માતા દુર્ગાનો યજ્ઞ કરી પ્રાર્થના કરી. માતા દુર્ગાએ તેમના ચામુંડા અવતારમાં પ્રગટ થયા અને ચંડ અને મુંડ ને મારવાનું નક્કી કર્યું.
માતા ચામુંડા એ ઉગ્ર અને શક્તિશાળી સ્વરૂપ ધારણ કર્યું અને ચંડ અને મુંડ સાથે યુદ્ધ શરૂ કર્યું. એક ભયંકર યુદ્ધ થયું. જેમાં માતા ચામુંડા એ તેમના ત્રિશૂળ અને અન્ય દૈવી શસ્ત્રોથી ચંડ અને મુંડ નો નાશ કર્યો. ચંડ અને મુંડ ને માર્યા પછી, માતાને 'ચંડી ચામુંડા' તરીકે ઓળખવામાં આવ્યા એવી લોકવાયકા છે. જે પણ સાક્ષાત તેના ભકતજનો તપ અને ભકિત થી માં ચંડી ચામુંડા માતાજીની પુજા કરે છે. એક લોકવાયકા પ્રમાણે ડુંગર પર ભૃગુઋષિ નો પણ આશ્રમ હતો.
ચામુંડા માતાજીને રણ-ચંડી યુદ્ધની દેવી તરીકે પણ ઓળખવામાં આવે છે. માતા ચામુંડા દુર્ગાનું સ્વરૂપ છે અને તે શક્તિની દેવી છે. તેમની છબિ માં તેમની જોડિયા પ્રતિકૃતિ દેખાય છે કેમ કે તેમને ચંડી-ચામુંડા પણ કહેવામાં આવે છે. ચામુંડા માતાજીની છબિ માં તેમની ઓળખ મોટી આંખો તથા લાલ અથવા લીલા રંગના વસ્ત્રો તથા ગળામાં ફૂલોના હાર વડે થઈ શકે છે. તેમનું વાહન સિંહ છે.
ચોટીલા ડુંગર ઉપર વર્ષો પહેલા મંદિરની જગ્યાએ નાનો ઓરડો હતો. તે સમયે ડુંગર ચડવા પગથિયાં પણ ન હતા તો પણ લોકો માતાજીના દર્શન કરવા આવતા હતાં. આશરે ૧૫૫ વર્ષ (વિક્રમ સંવત ૧૯૧૦ થી ૧૯૧૬) પહેલા મહંત ગોસાઇ ગુલાબ ગિરી હરિગીરી બાપુ ડુંગર ઉપર ચામુંડા માતાજીની પુજા કરતાં અને મંદિરના વિકાસના કર્યો કરતાં હાલ તેમના વારસદારો વંશ પરંપરાગત રીતે ચામુંડા માતાજીની સેવા પુજા કરે છે અને મંદિરે આવતા યાત્રાળુઓને સગવડતા મળી રહે તેવા કર્યો કરે છે.
શ્રી ચામુંડા માતાજી ગોહિલવાડના ગોહીલ દરબારો, જુનાગઢ તરફના સોલંકી, ડોડીયા, પરમાર વગેરે કુળના રાજપૂતોના ચોટીલા વિસ્તારના ખાચર-ખુમાણ વગેરે કાઠી દરબારો, પરજીયા સોની, દરજી, પંચાલ, ઉતર ગુજરાતના ઠાકોર સમાજ, કચ્છના રબારી તથા આહીર સમાજ, દીવ – સોમનાથ-વેરાવળ તરફના કોળી, થતા ખારવા સમાજ, મોરબી તરફના સતવારા સમાજ તથા અન્ય ઘણા બધા સમાજના કુળદેવી તરીકે પૂજાય છે
શ્રી ચામુંડા માતાજીના ડુંગર ચડવા માટે હાલ ૬૩૫ પગથીયા છે. જેમાં ચડવા તથા ઉતારવા માટેની અલગ અલગ વ્યવસ્થા છે. દર ૧૦૦ પગથીયા ચડતા પીવાના પાણીની વ્યવસ્થા છે. જેમાં કૂલીંગ સીસ્ટમથી સતત ઠંડુ પાણી મળી રહે છે. તદ ઉપરાંત પગથીયા ઉપર છેક સુધી રોડ (છાયડો) હોવાથી ઉનાળામાં તેમજ વરસાદ દરમિયાન પણ યાત્રિકોને કોઈ તકલીફ પડતી નથી વર્ષની ત્રણ મુખ્ય નવરાત્રિ મહા, ચૈત્ર તથા આસો માસમાં માતાજીના ડુંગર પર અને સમગ્ર તળેટી તથા હાઇવે પર જાણે કે ધાર્મિક મિની કુંભમેળો ભરાયો હોય તેવાં રૂડાં ધાર્મિક સભર દ્રશ્યો જોવાં મળે છે. ખાસ કરીને આસો માસની નવરાત્રિથી છેક દિવાળી સુધી મોટી ઉંમરના વયો વૃદ્ધો પણ હૃદયમાં માતા પ્રત્યેની અપાર શ્રદ્ધા સાથે સડસડાટ ડુંગર ચઢી જાય છે.
જ્યારે અસંખ્ય માઇભક્તો આળોટતાં આળોટતાં કે દંડવત્ પ્રમાણ કરતાં ડુંગર નાં 635 પગથિયાં સડસડાટ ચઢી જાય તે દ્રશ્ય જોઇને ભલભલા નાસ્તિક માનવીનું મસ્તિષ્ક પણ ઝૂકી જાય છે. ડુંગર તળેટીમાં પગથિયાં પાસે ચામુંડા ડુંગર ટ્રસ્ટના ભોજનાલયમાં દરરોજ બપોરે માઇ ભક્તોને લાપસી-દાળભાત-શાકનો પ્રસાદ પ્રેમપૂર્વક જમાડવામાં આવે છે.
ચોટીલા ચામુંડા માતાજીના સ્થાને વિશેષ પરંપરા છે. ચોટીલા ના સ્થાનિક લોકો માને છે કે રાત્રે માતાજીની સવારી સિંહ મંદિરમાં ફરે છે। તેથી સૂર્યાસ્ત પછી અહીં રોકાવું મનાય છે. અહીં સાંજની આરતી બાદ ડુંગર ઉપરથી ભાવિકો-પૂજારી સહિત તમામ લોકો નીચે આવી જાય છે. રાત્રીના ઉપર કોઇ રોકાઇ શકતુ નથી. એક માત્ર નવરાત્રી દરમિયાન જ પૂજારી સહિત પાંચ વ્યકિતને ડુંગર ઉપર રાત્રી રહેવાની મંજુરી માતાજીએ આપી છે. ડુંગર પર મુખ્ય મંદિરમાં માતાજીના બે સ્વરૂપ છે. આ બે સ્વરૂપમાં ચંડી અને ચામુંડા બિરાજમાન છે, જેમણે ચંડ અને મુંડ નામના રાક્ષસોનો વધ કરેલો. અને ડુંગર ની સામે પાર્કિંગ ના ગેટ ની પાસે ચામુંડા માતા ભવ્ય મંદિર બને છે.
બાઈટ ગુજરાતી (૧) અશોક સોલંકી ( દર્શનાથી) (ચશ્મા પહેરેલ છે)
(૨) કિશોરભાઈ (દર્શનાથી) ( વાદળી કલરનો ચેક્સ વાળો શર્ટ પહેર્યો છે અને કપાળમાં ચાંદલો છે)
(૩) નંદિતા (દર્શનાથી) ( રાણી કલરની સાડી પહેરેલ છે)
(૪) ધરતી ( દર્શનાથી) વાદળી કલરનો ડ્રેસ પહેરેલ છે)
(૫) વિનોદભાઇ મકવાણા ( દર્શનાથી) ( સફેદ રંગનો શર્ટ પહેરેલ છે અને સાથે તેમના પત્ની છે)
(૬) અમૃતગિરિ ગોસ્વામી ( ચોટીલાંદિર ટ્રસ્ટ ના મહંત) ( કેસરી કલરનો ઝભ્ભો પહેરેલ છે અને સફેદ દાઢી છે)